Header Ads Widget

નારણપોર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૩ થી ૫ પર્યાવરણ અને ધોરણ ૬થી૮ વિજ્ઞાનની તાલીમ યોજાઈ.

  

તારીખ :૦૧-૦૨-૨૦૨૩થી તારીખ : ૦૩-૦૨-૨૦૨૩ દરમ્યાન નારણપોર પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૩થી૫ પર્યાવરણ જ્યારે તારીખ :૦૧-૦૨-૨૦૨૩ થી તારીખ : ૦૨-૦૨-૨૦૨૩  દરમ્યાન એમ બે દિવસ ધોરણ - ૬થી૮ વિજ્ઞાન વિષયની તાલીમ યોજાઈ. 


આ તાલીમ દરમ્યાન અધ્યયન નિષપત્તિ  આધારિત એકમોના મુદ્દાઓની ચર્ચા, પ્રવૃત્તિઓ, પ્રોજેકટ કાર્ય અને એકમોનાં ડેમોટ્રેશન આપવામાં આવ્યા હતાં. આ તાલીમમાં શિક્ષણ અને તાલીમ ભવનના લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ ધોરણ ૩થી૫નાં વિષય તજજ્ઞશ્રી બલ્લુભાઈ પટેલ પટેલ, શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, શ્રીમતી પુષ્પાબેન પટેલ અને ધોરણ ૬થી૮નાં વિષય તજજ્ઞો વર્ષાબેન વિનુભાઈ પટેલ,પૂર્વીબેન મોહનભાઈ પટેલ, હેલી વિજયભાઈ પટેલ હાજર રહ્યાં હતાં

ધોરણ :૩ થી ૫ પર્યાવરણ અને ધોરણ ૬થી૮ વિજ્ઞાન ટેકનોલોજી 

પ્રસ્તાવના : 

પ્રાથમિક શિક્ષણએ શિક્ષણ યાત્રાનો પાયો છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં શિક્ષણની ચાવીરૂપ ભૂમિકા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં બાળકના સર્વાંગીણ વિકાસની સાથે સ્વયં શીખતા રહેવાની કળા હસ્તગત કરે તે પ્રકારની શિક્ષણ પ્રક્રિયા અને વાતાવરણ વર્ગખંડમાં પૂરું પડવાની હિમાયત કરી છે. ગોખણિયા અને માત્ર પરિણામલક્ષી અધ્યયનને બદલે સંલ્પનાત્મક સમજ પર વધુ ભાર મૂકવાનો આગ્રહ આ શિક્ષણ નીતિમાં રાખવામાં આવ્યો છે. વર્ગખંડમાં શિક્ષક દ્વારા રમત-ગમત એકીકરણ, રમકડાં, કલા, પૂર્વાનુભવ જેવી ઇનોવેટીવ પેડાગોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસા, શોધવૃત્તિ, અવલોકન, અનુભૂતિ, સંવેદના, સામાજિક્તા અને સમગ્રતયા અસ્તિત્વનો સ્વીકાર કરવાની વૃત્તિ કેળવાય તે આશય રહેલો છે. શિક્ષણયાત્રાના અંગભૂત સ્તર એવા પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણનું યશસ્વી કાર્ય કરનાર શિક્ષક પાસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં આ અપેક્ષાઓ રાખવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ અને રાષ્ટ્ર માટે સંભવિત શ્રેષ્ઠ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોને સમયાંતરે નવિન શૈક્ષણિક પ્રવાહોથી સજ્જ કરવા જરૂરી છે. રાજયની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વૃદ્ધિ થાય તે હેતુસર રાજયની શાળાઓમાં School of Excellence (SoE) પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. શાળાના નામાંકનમાં 20% જેટલી અભિવૃધ્ધિ થાય, વર્ગના 80% બાળકો ધોરણને અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરે, વર્ષ 2028 સુધીમાં Programme for International Students Assessment (PISA) માં સહભાગી થતાં પૂર્વ વિદ્યાર્થીઓમાં હાયર ઓર્ડર થિંકીંગ સ્કીલનો વિકાસ થાય તેમજ NAS માં રાજયની શૈક્ષણિક સિદ્ધિમાં અભિવૃધ્ધિ કરવાનો છે. આ પ્રોજેકટ શિક્ષણ વિભાગ, વિધા સમીક્ષા કેન્દ્ર, સમગ્ર શિક્ષા, વિશ્વબેંક અને જીસીઇઆરટીના સંયુકત ઉપક્રમે અમલમાં મૂકાયો છે. School of Excellence (SoE) પ્રોજેકટ World Bankઅને Asian Infrastructure Investment Bank (AllB) ના આર્થિક સહયોગથી અમલીકૃત થયેલ છે. આ પ્રોજેકટને Gujarat - Outcomes for Accelerated Learning (GOAL) -School Education Excellence Program (SEEP) ના નામે ઓળખવામાં આવે છે. Gujarat Outcomes for Accelerated Learning (GOAL) પ્રોજેકટ અંતર્ગત SE શાળા સહિત રાજયના શિક્ષકોની તાલીમની જરૂરિયાતને ધ્યાને લઇ NAS 2017, ગુણોત્સવ 2.0 ના પરિણામો-તારણો, એકમ અને સામાયિક કસોટી (SAT) તેમજ ગુજરાત સ્ટેટ લેવલ એચિવમેન્ટ સર્વે (G-SLAS) ના પરિણામના આધારે કઠિનબિંદુઓની તારવણી કરી ધો.1 થી 5 માં ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને ધો. 6 થી 8 માં ગણિત, ગુજરાતી, વિજ્ઞાનની તાલીમ યોજવાનું નક્કી થયેલ. તાલીમ સાહિત્ય તૈયાર કરવા માટે GCERT અને Reach to Teach (NGO) દ્વારા તૈયાર કરવામાં આવેલ TEACHER TRAINING NEEDS ASSESSMENT REPORT: 2021-2022નો ઉપયોગ કરવામાં આવેલ હતો. તાલીમ સાહિત્ય મોડયુલ સ્વરૂપે જીસીઇઆરટી અને ડાયેટ ફેકલ્ટીઝ,એસ.આર.જી. અને શિક્ષકોના માધ્યમથી વિકસાવવામાં આવેલ છે. આ તાલીમ સાહિત્યમાં વિષયવસ્તુ બાળકોને સરળતાથી તથા અસરકારક રીતે કેવી શીખવી શકાય તેન પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકો વર્ગખંડમાં આ શૈક્ષણિક સામગ્રી દ્વારા વિદ્યાર્થીઓની વિષયવસ્તુ અંગેની સંકલ્પના સ્પષ્ટ થાય તે માટે વર્ગખંડમાં ઇનોવેટીવ પેડાગોજીનો ઉપયોગ કરે. તાલીમ દરમ્યાન તજજ્ઞશ્રીઓ તથા તાલીમાર્થીઓ બંને વિવિધ પ્રવૃત્તિઓ કરી સક્રિય રહે અને નવીન બાબતો શીખે તેવો પ્રયાસ કરવામાં આવેલ છે.રાજ્ય સ્તરેથી નિર્માણ થયેલા ભાષા, પર્યાવરણ, ગણિત અને વિજ્ઞાન વિષયના તાલીમ સાહિત્યની પ્રવૃત્તિઓ અને અભિગમને સમજી શિક્ષકો તેનું અનુસરણ વર્ગખંડમાં કરશે તેવી નિયામકશ્રી ગાંધીનગર તરફથી અપેક્ષા રાખવામાં આવી છે. 











Post a Comment

0 Comments