Header Ads Widget

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

    

ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો સંભળાયા તેની નોંધ કરાવવામાં આવી. 

બીજા દિવસની તાલીમની શુભ શરૂઆત બહેનોના કોકિલ કંઠે પ્રાર્થના, ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ઉપલી બેજઝરી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી સાધનાબહેન પટેલ દ્વારા રજૂ કરાયેલ  "ઓ પતંગિયા મને શીખવી જાજે ઊડવાનું" ગીત તમામ શિક્ષકોને ડોલાવી દીધા હતા. તમામ શિક્ષકોને ગૃપમાં વર્ગીકૃત કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેના ભાગરૂપે દરેક ગૃપને વિવિધ મૃત વસ્તુઓ આપવામાં આવી હતી તેના દ્વારા પ્રાણી કે પક્ષીઓના આકાર બનાવવાના હતા તેને સમય મર્યાદામાં પૂર્ણ કરાવી ગૃપે બનાવેલા પસંદગીના ચિત્ર  પાછળના કારણો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.   ત્યારબાદ તેનું વર્ગ સમક્ષ રજુ કરી તેના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. 

વાડ મુખ્ય શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પટેલ દ્વારા હાવભાવ સાથે વાર્તા રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે આપવામાં આવેલ  હોમવર્ક ઊંટના ચિત્રમાં ચિટકકામ કરી બીજા દિવસના પ્રથમ સેશનમાં ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તજજ્ઞો મિત્ર દ્વારા પ્રશ્નોતરી સેશન દરમ્યાન શિક્ષકો પાસેથી કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા બાળકોની માનસિક, શારીરિક, બૌધિક,વૈચારિક શક્તિનો વિકાસ કરી શકાય તેના જવાબો મેળવવામાં આવ્યા અને તેની નોંધ કરવામાં આવી. ત્યારબાદ સાત ખંડના નામના ગૃપ બનાવી દરેક ગૃપને ત્રણ શબ્દો આપવામાં આવ્યા હતા. તે શબ્દોનો ઉપયોગ કરી દશ મિનિટમાં વાર્તા લેખન કરવાનું હતું તે કાર્ય બખૂબી દશ મિનિટમાં પૂર્ણ કરી વારાફરતી વર્ગ સમક્ષ રજૂ કરી તેના પ્રતિભાવો( સારી- નરસી બાબતો, ઉમેરવા લાયક  બાબતો)  દરેક ગૃપ પાસેથી લેવામાં આવ્યા હતા. 


વચ્ચે વચ્ચે તાલીમને રસપ્રદ બનાવવા બાળગીતની પણ રમઝટ ચાલતી!! થોડા થોડા સમયના અંતરે ડૉ.પ્રકાશભાઈ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવતું હતું. બી.આર.સી.વિજયભાઈ પટેલ દ્વારા પણ વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી  સમાજ સમક્ષ શિક્ષકોએ કેવી રીતે સારી છાપ છોડી શકાય તેની રમૂજી શૈલીમાં ટકોર કરી હતી. ત્રીજા દિવસના તાલીમ દરમ્યાન મોડ્યુલ આધારિત કરવાની પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. ત્રીજા દિવસની તાલીમની શુભ શરૂઆત પ્રથમ દિવસે તાલીમના શરૂઆત પ્રાર્થના ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ચિમનપાડા પ્રા.શાળાના શિક્ષિકા ભાવનાબેન અભિનય સાથે બાળગીત રજૂ કરવામાં આવ્યું.ત્યાર બાદ તજજ્ઞ મિત્રો દ્વારા તમામ ગૃપને HW, EC, અને IL LO ની  વહેચણી કરી  તેમાં  કઈ કઇ પ્રવૃત્તિઓ, રમતો, જોડકણાં, બાળગીત નો સમાવેશ થાય છે. તેની નોંધ કરાવી દરેક ગૃપનાં બે તાલીમાર્થીઓ પાસે રજુઆત કરવી અન્ય શિક્ષકો પાસે તેની નોંધ કરાવી હતી. તાલીમના પ્રથમ દિવસે ઓનલાઇન પ્રી ટેસ્ટ અને અને અંતિમ દિવસે ઓનલાઇન પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. ત્રીજા દિવસની તાલીમનાં છેલ્લા સેશનમાં ડો.પ્રકાશભાઈ પટેલ સાહેબે સાંપ્રત પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોઝીટીવ રીતે શિક્ષણ કાર્ય કરવા પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતું.










Post a Comment

0 Comments