Header Ads Widget

સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

 

સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

ખેરગામ તાલુકાના કાકડવેરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ખાતે  Rainbow warriors  ધરમપુર તથા ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે વિશિષ્ઠ યોગદાન  આપનાર તથા ગામની ઉચ્ચ શૈ.સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન ગરાસીયાના હસ્તે  કરવામાં આવ્યું.   

  

    

 આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ તથા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મયુરી રાજેશભાઈ થોરાટ (ગ્રામસેવક), ઉન્નતિબેન મકનભાઈ પટેલ (બી.એ.એમ.એસ) અંજલી સુરેશભાઈ ગરાસીયા (એમ ફાર્મ)નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત  ઉર્મિલાબેન હરિલાલભાઈ  પટેલ (નિવૃત્ત પ્રોગ્રામ ઓફિસર) સુમિત્રાબેન ગરાસીયા (જિલ્લા પંચાયત સદસ્ય) મંજુલાબેન ગરાસીયા (ટીચર) કલ્પનાબેન ગરાસીયા (ટીચર) હેમીનાબેન ગરાસીયા (ટીચર) ચંદ્રિકાબેન ગરાસીયા( ટીચર) ઉર્મિલાબેન શંભુભાઈ કેદારીયા (ટીચર) નિર્મળાબેન (ડેરીના પ્રમુખ) તરુલતાબેન, રંજનબેન કેદારીયા (નિવૃત્ત ટીચર) વગેરેનું  પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું


      આ પ્રસંગે સુમિત્રાબેન ગરાસીયા જિલ્લા પંચાયત સદસ્ય, ઉર્મિલાબેન હરિલાલભાઈ પટેલ  નિવૃત્ત પ્રોગ્રામ ઓફિસરે મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલાઓના હક અને અધિકાર વિશે તથા સમાજમાં મહિલાઓના સ્થાન વિશે વિસ્તૃત સમજ આપી હતી તથા દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવાની હાકલ કરી હતી.

         જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર, જયંતીભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક, જગદીશભાઈ ગરાસીયા, રાજેશભાઈ પટેલ,નિતા પટેલ માજી સરપંચ ઈશ્વરભાઈ ગરાસિયા વગેરેએ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું તથા દરેક ક્ષેત્રમાં  મહિલાઓને આગળ વધવાની હાકલ કરી હતી.

         કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડોક્ટર વીરેન્દ્ર ગરાસિયા, ગામના સરપંચ નરેશભાઈ પટેલ જગદીશભાઈ ગરાસીયા રાજેશભાઈ પટેલ મિતેશભાઇ વૃંદાવન સ્ટુડિયો , ડેનિશ ગરાસિયા, પ્રિતેશ ગરાસિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી
    કાર્યક્રમ નું આયોજન તથા સંચાલન ડોક્ટર વિરેન્દ્ર ગરાસિયા તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Post a Comment

0 Comments