Header Ads Widget

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ DGVCL દ્વારા સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે વિના મૂલ્યે ક્લાસિસ ચલાવવામાં આવ્યા.

 

ખેરગામ | તારીખ ૧૯-૦૨-૨૦૨૩નાં દિને ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ DGVCL દ્વારા જ્ઞાન કિરણ ધોડિયા સમાજ હોલ સુરખાઈ ખાતે વી.એસ.ઇલે.આસિ.ની એક્ઝામની તૈયારીઓ ભાગરૂપે લગભગ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે તજજ્ઞો દ્વારા વિના મૂલ્યે  સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્ગો ચલાવવામાં આવ્યાં હતા. 

વિષય તજજ્ઞો પટેલ નિરવ સર, પટેલ હિરેન સર, પટેલ કમલેશ સર, સોલંકી પ્રતિક સર, દ્વારા વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે શિક્ષણ આપ્યું હતું. 

ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ડી.જી.વી.સી.એલ આયોજિત આ ક્લાસીસનાં આયોજકો શ્રી કેવળસિંહ તાવિયાડ જી.એસ. ઉત્કર્ષ મંડળ, આશિષ પટેલ,સી.એસ. ઉત્કર્ષ મંડળ, શ્રી જી.બી.પટેલ સર આઇ.સી. સ્કોડ, ડીજીવીસીએલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

            જ્યારે આ વિદ્યાર્થીઓ માટે બપોરના ભોજન માટે જ્ઞાનકિરણ ધોડિયા સમાજ મંડળ સુરખાઈના પ્રમુખ શ્રી રાજુ સાહેબ (રાજેન્દ્ર સાહેબ) તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.



Post a Comment

0 Comments