ખેરગામ : તારીખ-23/02/2023 ના રોજ નવસારી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સશકત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી કુશળ બનો કાર્યક્રમ ખેરગામ રામજી મંદિરના પટાંગણમા યોજાયો હતો. જેમા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, ખેરગામ મામલતદાર સાહેબશ્રી જીતુભાઈ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અને દંડક મહિલા આગેવાન, મહિલા સુરક્ષાના પ્રમુખ શ્રીમતિ લીનાબેન, નવસારી જિલ્લા પૂર્વ સભ્ય શ્રી પ્રશાંતભાઈ ખેરગામ ગામના સરપંચ શ્રીમતિ ઝરણાંબેન, CDPO મેડમ, જીલ્લા બાળ વિકાસ અધિકારી તેમજ પોસ્ટ વિભાગ, પોલીસ વિભાગ, બેન્ક, અને આરોગ્ય વિભાગ જેવા અલગ અલગ ખાતામાંથી પધારેલ અધિકારીઓ, આંગણવાડી વર્કરો તથા મોટી સંખ્યામાં કિશોરીઓ તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું
0 Comments