Header Ads Widget

નારણપોર પ્રાથમિક શાળામાં પર્યટન યોજાયું.

   

આજરોજ નારણપુર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના તમામ બાળકોને પર્યટન માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ ખેતરની મુલાકાત કરવામાં આવી સૌપ્રથમ મરચાની આધુનિક ખેતી શાકભાજી જેવી કે કોબીજ ભીંડા રીંગણ વગેરે પાકોનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું અને વિવિધ ખેડૂતો જોડે બાળકોને ચર્ચા કરવાનો મોકો મળ્યો ગામના અગ્રણી એવા મયુર અરવિંદભાઈ પટેલ કે જે આધુનિક ખેતી કરે છે તેમણે આંતરપાક ડ્રીપ ઇરીગેશન વર્મી કમ્પોસ્ટ ઓછા ખર્ચ દ્વારા વધુ ઉત્પાદન તથા ઓર્ગેનિક ખેતી વિશે બાળકોને માર્ગદર્શન પૂરું પાડયુ હતુ.

આ ઉપરાંત બાળકોને નદી કિનારાનું પર્યટન કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકોને વિવિધ રોગો વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી ત્યાર પછી બાળકોને દૂધ મંડળીની મુલાકાત કરવામાં આવી જેમાં સ્ટાફ દ્વારા દૂધ મંડળીના કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે સમજ આપવામાં આવી.




Post a Comment

0 Comments