હાર કે જીત નહિં પણ જીવન એક સંઘર્ષ છે...
જીવનમાં દરેક પ્રયત્ને સફળતા જ મળે એવું જરૂરી નથી હોતું. પરંતુ આજનો માનવી એક નિષ્ફળતા માં પણ પોતાની હાર સ્વીકારી બીજા પ્રયત્નો નથી કરી રહ્યો અથવા તો દૂર ભાગી રહ્યો છે. મારા મતે ખરેખર ફરી પ્રયત્નો ના કરવું એ હાર છે. જીવનની કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવો એની સામે ઝઝૂમવું, જીવનના અંત સુધી લડવું કોઈ પણ પ્રકારના પરીણામ ની પરવાહ કર્યા વિના એ જ જીવનનો સાચો સંઘર્ષ કહી શકાય. આપણે મનુષ્ય છીએ. જીવન એક સંઘર્ષ છે પણ આપણે તેને માણી શકીએ છીએ. સુખી થવું કે દુઃખી એ આપણા હાથમાં છે. આપણું જીવન એ ખરેખર ઈશ્વર અને માતા-પિતા દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. એ તો ક્યારેય માપી ના શકાય એવું મોટું વિશાળ ક્ષેત્ર છે. એક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો બીજા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કોઈ પણ વ્યક્તિ બધા જ ક્ષેત્રોમાં સફળ થાય કે વિજયી બને એવું નથી હોતું. જો આપણે ધારીએ તો અફસોસ કરી શકીએ અને ધારીએ તો નીરર્થક અફસોસ કરવાના બદલે જીવનસંઘર્ષની રમત રમીને જીવનનો આનંદ લઇ સુખી થઈ શકીએ છીએ. આજના આધુનિક યુગમાં આપણા બાળકો ને પણ આપણે પુસ્તકિયા જ્ઞાનથી બહાર કાઢી અત્યારથી જ જીવનની કોઈ પણ પરિસ્થિતી નો સામનો કરતા શીખવાડીશું તો એ પણ ભવિષ્યમાં હાર કે જીત બંને પરિસ્થિતિમાં સંતુલન જાળવી શકશે.
जहां कोशिशों की ऊंचाई ज्यादा होती है, वहा किस्मत को भी झुकना पड़ता है।
પ્રો.નિરલ પટેલ
પોલીટેકનિક કોલેજ વલસાડ
0 Comments