Header Ads Widget

મિશન ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

   

  

      તારીખ :૦૯-૦૧-૨૦૨૩નાં દિને મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે આનંદમેળો યોજાયો. જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વાનગીઓના સ્ટોલ ગોઠવવામા આવ્યા હતા. આ શાળામાં ઊંડાણ વિસ્તારના ગરીબ પરિવારોના ૯૦ ટકા બાળકો હોસ્ટેલમાં રહી આ શાળામાં ભણતાં હોય તેમના પાસે નાણાંકીય સવલત ના હોય શિક્ષકો દ્વારા વાનગીઓ બનાવવા કે ચીજવસ્તુઓ લાવવા નાણાંકીય મદદ કરી આનંદમેળો ઉજવી બાળકોનાં ચહેરા પર  આનંદ લાવવાનો આ શાળાના શિક્ષકોનો પ્રયત્ન સરાહનીય છે.  

આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો, મિશન શાળા પરિવાર, FMBP HOME નાં ગૃહપતિ શ્રી જયેશભાઈ, આંગણવાડી મિશન ફળિયા સ્ટાફ, ગ્રામજનો, અને વાલીઓ હાજર રહ્યા હતાં.

















Post a Comment

0 Comments