ખેરગામ તાલુકાની મહિલા અગ્રણી નેતાઓએ ખેરગામના પોલીસ જવાનોની રક્ષા કવચ માટે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી.
ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ સહિત બહેનો દ્વારા ભાઈ અને બહેનનો પવિત્ર ગણાતો તહેવાર રક્ષા બંધન નિમિતે ખેરગામ સહિત તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે રાત દિવસ ખડે પગે ઊભા રહી લોકોની રક્ષા કરનારા ખેરગામ પોલીસ મથકના કર્મચારીઓની રક્ષા માટે રક્ષા કવચ રાખડી બાંધી મીઠાઈ ખવડાવી પોલીસ કર્મચારી ભાઈઓનું આરોગ્ય સારું રહે લોકોની રક્ષા કરવાની સાથે તેમની પણ પ્રભુ રક્ષા કરે તેવી કામના કરી હતી.
0 Comments