Khergam (Toranvera): તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.
તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી અનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી, બાળગીતો, બાળ અભિનય ગીત, વેશભૂષા, બાળવાર્તા, પશુ પક્ષીના મોહરા, બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. શાળાનાં ઉપશિક્ષકશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા અંતગર્ત બાળમેળા નુ આયોજન..્્્્્્
Posted by Sunil Dabhadiya on Saturday, July 27, 2024
0 Comments