Header Ads Widget

ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા

      

Post credit : Sandesh news 

ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ અપાઇ

ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા

વ્યારા : ઉચ્છલ શિક્ષક સહકાર ભવન ખાતે તા. ૨૯-૬-૨૪ના રોજ ધી ઉચ્છલ તાલુકા શિક્ષકોની પ.ક. કો- ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા ૧૭૨ નિઝર વિધાનસભાના ધારાસભ્ય डो. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં એજન્ડાનાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ટીચર સોસાયટી ઉચ્છલની નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિકાસમાં શિક્ષકોનો મહત્ત્વનો મોટો ફાળો હોય છે. ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ આપવામાં આવી હતી. સભાના પ્રમુખ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તાપીના માજી પ્રમુખ જકનભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. મંત્રી કાંતુભાઈ વસાવાએ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન અરવિંદ ગામીત તથા જિતેન્દ્રભાઇ વસાવે દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંગભાઈ વસાવા, ઉચ્છલ તા.પં. પ્રમુખ મંજુલાબેન વળવી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મસુદાબેન સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

Post a Comment

0 Comments