તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીની આગેવાનીમાં સરકારશ્રીની વિધવા સહાય અને વૃદ્ધસહાય યોજનાનો લાભાર્થીઓને લાભ અપાવવા ફોર્મ ભરવા માટે અભિયાન હાથ ધરાયું.
તારીખ ૨૭-૧૦-૨ ૦૨૩નાં દિને ગ્રામપંચાયત તોરણવેરા ખાતે સરકારશ્રીની યોજના હેઠળ વિધવા સહાય તથા વૃધ્ધસહાય યોજના અંતર્ગત 72 જેટલા લાભાર્થીને ઘર ઘર જઇને શોધી તોરણવેરા ગ્રામજનોને લાભ આપવામાં આવ્યો. જેમાં સંરપંચશ્રી,તલાટી કમમંત્રીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, આંગણવાડી કાર્યકર બહેનો તથા આશાવર્કર બહેનોએ તનતોડ મહેનત કરી 80 થી વધુ અરજી કરવામાં આવી. જેમાં 72 અરજીનો નિકાલ કરવામાં આવ્યો જે સંદર્ભે વિધવા સહાય દર મહિને 1250 રુપિયા તથા વૃધ્ધ સહાય યોજના દર મહિને 1000 રુપિયા મળશે. તમામ લાભાર્થીને સાલ ઓઢાડી તથા બહેનોને સાડી આપી સન્માનિત કરવામાં આવ્યા જે બદલ તમામ કર્મચારીઓ સંકલનમાં રહી આ મિશન પાર પાડ્યું.
જે બાબતે તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનિલભાઈ દાભડિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસોમાં કોઈ પણ વ્યક્તિ સરકારશ્રી યોજના અંતર્ગત કોઈ પણ લાભાર્થી વંચિત રહી ન જાય એ માટે તત્પર રહેવા જણાવ્યું હતું.
0 Comments