વાંસદાનાં આંબાબારી ગામે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ યોજાયું.
તારીખ ૧૨-૧૦-૨૦૨૩ થી ૧૩-૧૦-૨૦૨૩ દરમ્યાન વાંસદા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ આંબાબારી પ્રાથમિક શાળા અને ગીરિજન આશ્રમશાળા આંબાબારી ખાતે યોજાયું.જે વાંસદા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું.
ગાંધીનગર GCERT પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન હેઠળ વાંસદા બીઆરસી આયોજીત બ્લોક કક્ષાના આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો.
આ અંતર્ગત જુદા- જુદા પાંચ વિભાગો સ્વાસ્થ્ય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન-શૈલી, કૃષિ- ખેતી, પ્રત્યાયન અને વાહનવ્યવહાર, ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષયો સંદર્ભે ૮૫ કૃતિઓ રજૂ કરાઈ હતી.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વાંસદા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપ્તીબેન પટેલ ,નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અંબાબેન માહલા વાંસદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધુભાઈ પટેલ, શિલ્પાબેન ભોયા, બાપજુભાઈ ગાયકવાડ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ રાજેન્દ્રભાઈ પરમાર, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, નવસારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્યશ્રી ડૉ. યોગેશભાઈ પટેલ, નવસારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નવીનભાઈ પટેલ, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ, તાલુકાના આગેવાનો તથા મહાનુભવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments