Header Ads Widget

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.

              

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.
 
તારીખ :૦૬-૦૯-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો. તેમાં  મટકી ફોડના કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ બાળકો જોડાયા હતાં. આ કાર્યક્રમ તૈયાર કરવા માટે શાળાની શિક્ષિકા બહેનો વૈશાલીબેન, પ્રિયંકાબેન અને શીતલબેનનો સિંહફાળો રહ્યો હતો.તેમાં તમામ તૈયારી તેમનાં દ્વારા કરવામાં આવી હતી. શાળાની દીકરી દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ દરેક બાળકોને નાસ્તો અને મીઠાઈ વહેંચવામાં આવી હતી.



















Post a Comment

0 Comments