Header Ads Widget

ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.

    ખેરગામ  જનતા માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.


તારીખ 15-08-2023ના દિને  શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો. જેમાં ગામનાં આગેવાન જીવણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમની લાગતી કૃતિઓ રજૂ કરી હતી. આ પર્વની ઉજવણી દરમ્યાન ભારતના લોકનાયકો, ક્રાંતિવીરો, શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગામનાં આગેવાનોમાં જીવણભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, જગદીશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા.











Post a Comment

0 Comments