Header Ads Widget

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

  


તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી.

૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી.

૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી.

૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ .

મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું.

૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે.

૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા પર મુકવા માટે જવાબદારી આપવી. તેમજ રજીસ્ટર બનાવી મધ્યાહન ભોજન સ્વીકારનારે ભોજન જોઈ સ્વીકાર્યાની સહી કરવી. ત્યારબાદ મુખ્યશિક્ષકશ્રી સહી કરવી. ભોજન લોક રૂમમાં રાખાવાનું રહેશે.

૬. માસના અંતે આપવાના પત્રકો જેમ કે લાલ પીળા પત્રકો,બાલ વાટીકાના પત્રકો, વર્ષી, સુખડી, દુધ સંજીવની, ફરીયાદ નિવારણ વગેરે માસની બીજી તારીખ સુધીમાં અત્રેની કચેરીએ ફરજીયાત જમા કરાવવાના રહેશે. (બધા પત્રકોમા સરવાળો કરવાનો રહેશે.)

૭.DAILY GOOGLE SHEET મા દૈનિક વિગત તેમજ વર્ધીની સંખ્યા નાખવાની રહેશે,

૮. જમવાના સમય કરતા મોડું મધ્યાહન ભોજન આવે તો અત્રેની કચેરીને લેખિત માં જાણ કરવી. 

ઉપરોક્ત તમામ સૂચનોનો કડક અમલ કરવા જણાવ્યું હતું. 

        આ મિટિંગમાં માર્ગદર્શન હેતુસર ખેરગામ ઇન્ચાર્જ  મામલતદારશ્રી સેહુલભાઈ પટેલ સાહેબ, ખેરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી વિમલભાઈ પટેલ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ અને મુખ્ય શિક્ષકો હાજર રહ્યાં હતાં 

Post a Comment

0 Comments