Header Ads Widget

ખેરગામ કુમારશાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

             

તારીખ:૦૪-૦૫-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પ્રાથમિક લેવલથી વિજ્ઞાન વિષયમાં રસ કેળવાય એ હેતુસર સાયન્સ લેબની ફાળવણી કરવામાં આવી છે. આજના વિજ્ઞાન યુગમાં કદમ મિલાવી આગળ વધી શકે તથા શિક્ષકો દ્વારા પ્રયોગોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરી પ્રયોગો દ્વારા ચોક્કસ  નિષ્કર્ષ પર પહોંચી ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી દેશના વિકાસમાં સહભાગી થાય એ હેતુસર ગુજરાત સરકારનું આગવું કદમ છે. 

આ સાયન્સ લેબના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય તથા ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ  પટેલ, શાળા પરિવાર, બી.આર.સી. સ્ટાફ શ્રી ભાવેશભાઈ પરમાર તથા આશિષભાઈ પટેલ, સી.આર.સી.મિત્રો, એસ.એમ.સી.નાં સભ્યો તેમજ ગામનાં આગેવાનો હાજર રહ્યા હતાં.


Post a Comment

0 Comments