Header Ads Widget

ખેરગામ કન્યા શાળાની શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.

   


તારીખ : ૨૧/૦૪/૨૦૨૩ના દિને કન્યા શાળા ખેરગામનાં ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાવતીબેન પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. તેમની ૩ર વર્ષની લાંબી શૈક્ષણિક યાત્રા ૩૦/૦૪/૨૦૨૩નાં દિને પૂર્ણ થાય છે. 

તેમનો જન્મ તા.૦૯/૧૨/૧૯૬૪ના રોજ પીપલગભાણ ગામના સામાન્ય કુટુંબમાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી બીલીમોરાની કોલેજમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ ધોળકા જિ.અમદાવાદમાં પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કરીને શિક્ષક તરીકેની પાત્રતા મેળવી હતી.તા.૧૩/૦૭/૧૯૯૦માં બોરસી માછીવાડ શાળાથી શિક્ષકની કારકીર્દી શરૂ કરી અને ત્યાંથી બદલી થતાં શામળા ફળિયા પ્રાથમિક શાળાને કર્મભૂમિ બનાવી. આ શાળામાં ૧૪ વર્ષ ફરજ બજાવ્યા બાદ તા.૨૬/૦૭/૨૦૧૨માં ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક તરીકે કન્યાશાળા ખેરગામમાં જોડાયા અને અંગ્રેજી વિષય શિક્ષક તરીકે કામગીરી કરી. શિક્ષક તરીકે તેમણે હંમેશા નાના ભૂલકાઓને સ્નેહસભર પાળવામાં આશ્રય આપ્યો. વાત છે. શામળા ફળિયા પ્રાથમિક શાળાની. જ્યારે તેમની બદલી  ક્ન્યા શાળામાં થતાં તે સમયે તેઓ ધોરણ 1 અને 2 ભણાવતાં હતાં. ધોરણ -1 માં ભણતી ક્રિષ્નાલી મનોજભાઈ પટેલ જે હાલમાં 12માંની પરીક્ષા આપી છે. તે સમયે તેણી કેટલાયે દિવસો સુધી યાદ કરી રડી હતી. જે તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને લાગણી હતી. 

                              તેમના શિક્ષણ તરીકે બહોળા અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ આ શાળાના ઉત્થાન માટે કર્યું તે પ્રસંશનીય છે. રાષ્ટ્રીય કામગીરી, સાંસ્કૃતિક કાર્યક્રમ ,બાળકોને માર્ગદર્શન હોય દરેકમાં લીલાવતીબેન પટેલનું યોગદાન વિશેષ રહ્યું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવી વયમર્યાદાને કારણે નિવૃત થઈ થયા છે.  શિક્ષક સમાજ તેમની શિક્ષણ પ્રત્યેની અવિરત સેવાઓ માટે લાગણી અનુભવે છે. માં શારદા તેમને હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય બક્ષે એવી માંના ચરણોમાં પ્રાર્થના. તેમના પરિવાર અને સમાજના ગૌરવમાં સતત વધારો કરતા રહે એવી  શિક્ષક સમાજ અને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

            જેમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ સી.આર.સી. એસ.એમ.સી.ના સભ્યો, શાળા પરિવાર  અને કેંદ્રના મુખ્ય શિક્ષકો તથા શિક્ષકો હાજર રહ્યા હતાં.



Post a Comment

0 Comments