Header Ads Widget

ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

   ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

 ખેરગામ : તા.17/04/2023  

 મહાન વિશ્વવિભૂતિ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા,મહાનાયક, શ્રીમુક્તિદાતા, સમગ્રમાનવ જાતિના ઉદ્ધારક, મહાન ઇતિહાસકાર, પ્રખર અર્થશાસ્ત્રી,પ્રચંડ વિધ્વત્તા, યુગ પુરૂષ,ક્રાંતિ સૂર્ય,મહામાનવ, વિશ્વ ભૂષણ,બૌધ્ધિસત્વ, પરમપૂજય, વંદનીય ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા પાલિકાની કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ૧૩૨મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે આદિવાસી સમાજના કમલેશભાઈ પટેલ, કલ્પેશ પટેલ, ધીરજ પટેલ, સહિત મોટી સંખ્યામા આદિવાસી ભાઈઓઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજીતરફ માલનપાડા આંબેડકરનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરનીપ્રતિમા આગળ પૂર્વ કોર્પોટેરસુરેશભાઈ ગાયકવાડ સહિતઆંબેડકર નગરના રહેણાંકોએ પુષ્પહાર હાર પહેરાવી ડો.બાબા સાહેબની જન્મ જ્યંતી ઉજવી હતી. 

           

પ્રશ્ન : વિશ્વભરમાં કેટલા દેશો આંબેડકર જયંતિ ઉજવે છે?

 વિશ્વમાં લગભગ 100 દેશો દર વર્ષે ડૉ. આંબેડકર જયંતિ (જન્મદિવસ) ઉજવે છે.  2016માં, 102 દેશોમાં 125મી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

reference : NASHIK CORPORATION. IN 


પ્રશ્ન: વિશ્વનો સૌથી મોટો તહેવાર જયંતિ તરીકે ઉજવાય છે? 

 દેશભરમાં 14મી એપ્રિલે ઉજવાતી ડૉ. આંબેડકર જયંતિએ વિશ્વની સૌથી મોટી જયંતી છે.  

પ્રશ્ન : ડૉ બી.આર. આંબેડકરની જન્મ તારીખ કઈ છે?  

ડૉ. બી.આર. આંબેડકરની જન્મ તારીખ 14મી એપ્રિલ 1891 છે. ભારતીય બંધારણ ઘડવામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આંબેડકર જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

Post a Comment

0 Comments