Header Ads Widget

આજની વાત : બાળકોનું ઘડતર

 હાલમાં જ એકાદ મહિના પહેલા જ મુંબઈ હાઇકોર્ટ એ શિક્ષકની તરફેણમાં આપેલ ચુકાદામાં એવું કહ્યું છે કે શિક્ષકો બાળકોને સુધારવા માટે થોડો બળપ્રયોગ કરે કે એનો સર્વાંગી વિકાસ થાય એના માટે એને કોઈ કામ આપે તો શિક્ષકોનો ઈરાદો બાળકને હેરાન કરવાનો નહિ પણ બાળકનું ઘડતર કરવાનો હોય છે. હાલમાં આપણે દરેક શાળામાં જોઈ શકીએ છીએ કે શિક્ષકોએ બળપ્રયોગ કરવાનું કે કામ આપવાનું બંધ જ કરી દીધું છે. કારણકે શિક્ષક જો આવું કરે તો તેના શુદ્ધ ઈરાદાને ધ્યાનમાં લીધા વગર તેમના ઉપર બધા તૂટી પડે છે. મારી કે મારાથી વધારે ઉંમરના દરેક ને ખ્યાલ હશે એ આપણા શાળાના દિવસો! કહેવત પણ હતી કે સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ. ભલે એ સમયે સજાનુ થોડું દુઃખ પણ લાગતું પણ હાલ એ સ્વીકારવું રહ્યું કે એના કારણે જ આજે આપણે આટલા મજબૂત થયા અને આપણું સારું ઘડતર પણ થયું. બીજા અન્ય દેશોની વાત કરીએ તો ત્યાં પણ આવા નાના મોટા કામોને શિક્ષણ નો એક ભાગ  ગણાવ્યો છે અને એમની શિક્ષણપદ્ધતિ માં સ્થાન પણ આપ્યું છે. જો આજની આપણી નવી પેઢીને આવા નાના મોટા કામો નઈ કરાવીશું તો આવા કામોને તેઓ સાવ સામન્ય અને હલકા સમજતા થઈ જશે જે દેશ માટે પણ એક મોટી સમસ્યા બની શકે! પહેલા એક જમાનો હતો કે ગુરુકુળ કે આશ્રમશાળામાં બધા વિદ્યાર્થીઓ  જોડે રહેતા અને ભણવા સિવાયના તમામ નાના મોટા કામો જાતે કરતા ત્યારે કોઈ પણ માતા પિતા ફરિયાદ ન તા કરતા. પરંતુ હાલ નવી પેઢીના માતા પિતા પોતાના બાળકને શાળામાંથી કંઇક ઠપકો મળે કે થોડું કામ કરાવવામાં આવે તો વિચાર કર્યા વગર શાળાએ દોડી જતા હોય છે. પરંતુ તેઓ એ નથી જાણતા કે તેઓ પોતે જ પોતાના બાળકના સર્વાંગી વિકાસમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. જો આપણે જ આપણા બાળકને શારીરિક કે માનસિક રીતે પહેલા થી જ નબળા બનાવીશું તો તે ક્યારેય જીવનમાં આવતી મુસીબતો નો સામનો નઈ કરી શકે એ વાત ભૂલવી ના જોઈએ. સૌ સાથે મળી શિક્ષક અને વિદ્યાર્થી ના સંબંધોને મજબૂત બનાવવા પ્રયત્નો કરશું તો જ આપણે એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. જય હિંદ 

 પ્રો.નિરલ પટેલ 

પોલીટેકનિક કોલેજ વલસાડ

Post a Comment

0 Comments