Header Ads Widget

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા બહેજ પ્રાથમિક શાળાનાં એથ્લેટિકસ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.

    

ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાનું નામ નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સીટી એથ્લેટિક ચેમ્પિયનશીપ 2023માં રોશન કરનાર પાંચ વિદ્યાર્થીઓનું સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

 નડિયાદ ખાતે રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સીટી એથ્લેટિક ચેમ્પિયનશીપ 2023માં ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ પ્રિતેશ પટેલ, રોહન પટેલે અને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલ ગુજરાત એથ્લેટિક ચેમ્પિયનશિપમા 3 વિદ્યાર્થીઓ તરુણ બોરછા, મીનાક્ષી માછી અને ચૈતશ પટેલ એમ કુલ 5 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં મેડલો મેળવી શાળાનું અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું.

                       આ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી, શ્રી મુકેશભાઈ આર્મી, રાહુલ ડેની, કાર્તિક, શીલાબેન દ્વારા પાંચ બાળકો અને તેમના વાલીઓનું ઇનામ આપી અને આદિવાસી પરંપરાગત ફાળિયા ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ બાળકોને ભવિષ્યમા મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી હતી. શાળાના HTAT/આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, ઉપશિક્ષકો શ્રી ચંપકભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ,શ્રીમતિ બકુલાબેન પટેલ, શ્રીમતિ ચેતનાબેન પટેલ, શ્રીમતિ ભક્તિબેન પટેલ, અને શ્રી પ્રવીણભાઈ પટેલનું બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ ફાળિયા ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.



 

Post a Comment

0 Comments