Header Ads Widget

Divine life society અને સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રયાસોથી હોસ્ટેલની 70 બારી એલ્યુમિનિયમ સેક્શનની લગાવી વિધાર્થીઓને ઋતુ સામે ઝઝુમવામાંથી મુક્ત કર્યા.

 


 ખેરગામ : આહવા સરકારી બોયઝ હોસ્ટેલમાં બારીઓ, તથા toilet ,બાથરૂમ જર્જરીત અવસ્થામાં હતા. આ હોસ્ટેલમાં 130 વિધાર્થીઓ નિવાસ કરે છે, બારી અને વોશરૂમ બ્લોકની પરિસ્થિતિ જોતા શિયાળો, ચોમાસુ ઋતુ સામે વિધાર્થીઓ ઝઝૂમી રહ્યાં હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે Divine life society અને સિનિયર સિટીઝન ટ્રસ્ટના સહિયારા પ્રયાસોથી હોસ્ટેલની 70 બારી એલ્યુમિનિયમ સેક્શનની લગાવી વિધાર્થીઓને ઋતુ સામે ઝઝુમવા માંથી મુક્ત કર્યા. વોશરૂમ બ્લોકને પણ ફરીથી ઉપયોગી બનાવ્યા હતા, જેથી બાળકોના મુખ પર અપાર ખુશી જોવા મળી હતી. આ સેવા પ્રોજેક્ટમા દાતાઓના સહયોગ સાથે અંદાજિત ₹ 250000 (અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર જેટલો )ખર્ચ કરવામાં આવ્યો. હોસ્ટેલનાં તમામ સૌ કર્મચારીઓ દાતાઓનો અંતઃ કારણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.












Post a Comment

0 Comments