Header Ads Widget

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

   


તારીખ :૦૪-૦૧-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો હતો. પ્રથમ વખત યોજાયેલ આનંદ મેળામાં ૧૭ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં બાળકોએ પાઉંભાજી, લીંબુ શરબત, પાણીપુરી, સેવખમણ, સેવખમણી, ભેળ,સમોસા સેન્ડવીચ, વડાપાઉં, ઉંબાડિયું, જમરૂખ, છાશ, ચણાચાટ, સેવપુરી જેવી વાનગીઓ બનાવી વેચાણ માટે મૂકી હતી. જેમાં ગામના વાલીઓ,બાળકો અન્ય શાળામાંથી આવેલ શિક્ષકોએ વાનગીની મજા માણી હતી. અને સાથે પાર્સલ પણ લઈ ગયા હતા. સૌથી પહેલાં ઉંબાડિયુંનું  વેચાણ થયું હતું. શિયાળાની ઋતુમાં એની ઘણી ડિમાન્ડ હોય છે. બાળકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો તેમજ દરેક બાળકોએ આજના દિવસે તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. બાળકો વેચાણ કરતી વખતે નાણાંની લેવડદેવડ કરતી વખતે ધ્યાન રાખતા જોવા મળ્યા. 

આ કાર્યક્રમમાં ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, શામળા ફળિયા સી.આર.સી.  શ્રી મહેશભાઈ કુંડેરા, નારણપોર પ્રા.શા.નાં ઉ. શિ. શ્રી નિલયભાઈ પટેલ, એસ.એમ.સી.નાં શિક્ષણવિદ્દ્ શ્રી શંકરભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી શ્રીમતિ હેમલતાબેન પટેલ, વેણ ફળિયાના આચાર્ય શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, નવી ભૈરવીના શિક્ષિકા બહેનો શ્રીમતિ દર્શનાબેન પટેલ તથા શ્રીમતિ વિશેષાબેન પટેલ, ગામનાં વાલીઓ, શાળાના શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો હતો. 



























Post a Comment

0 Comments