Header Ads Widget

ગાંધીનગરના નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલનું પી.એચડી થવા બદલ ધમડાચી ગ્રામપંચાયત દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

 

ખેરગામ : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તીસ્કરી ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત અને જીઈબીના નિવૃત કર્મચારી ઠાકોરભાઈ અને એમના ધર્મપત્ની વનિતાબેન પટેલના સુપુત્ર ડો.હર્ષિલ પટેલ કે જેમણે હાલમાં જ ગાંધીનગરમાં નાની ઉંમરે નાયબ સચિવ પદે પ્રમોશન મેળવેલ અને હાલમાં જ “પારડી અન્નખેડ સત્યાગ્રહ- અભ્યાસ એક વિષયમાં યુનિવર્સીટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી સમગ્ર ગુજરાત વલસાડ જિલ્લાનું નામ રોશન કરેલ છે.એનાથી ખાસ કરીને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરેલ છે. આથી ડો.હર્ષિલ પટેલનું ધમડાચી ગ્રામપંચાયત  દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં ભવ્ય કાર્યક્રમમાં સન્માન કરવામાં આવેલ. આ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ,નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, વિધાનસભાના ઉપસચિવ દિનેશ ચૌધરી, સેક્શન ઓફિસર જીતેન્દ્ર પ્રજાપતિ,વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તમન્નાબેન સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.ડો.હર્ષિલ પટેલે નાયબ સચિવથી લઈને ડોક્ટરેટની ડિગ્રી મેળવવા સુધીની પોતાની જિંદગીનો ખુબ જ સરસ રીતે ચિતાર આપ્યો હતો અને માત્ર આદિવાસી જ નહીં કોઈપણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે હરહંમેશ મદદરૂપ થવા તૈયાર રહેવાની ખાતરી આપેલ હતી અને તેમણે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ માટે પથદર્શક બનવાથી લઇ જિંદગીના વિવિધ પ્રસંગોનું સુંદર શબ્દોમાં વર્ણન કરી પોતાના સરળ સ્વભાવના દર્શન કરાવ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ પણ ડો.હર્ષિલ પટેલની જેમ જ અન્ય વિદ્યાર્થીઓને જિંદગીમાં શીખ મેળવી આગળ વધવાની પ્રેરણા લેવા માટે સલાહ આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સરપંચ નિલેશ પટેલ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments