તારીખ:09 -01- 2023 ના રોજ ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો. જેમાં ગામના સરપંચ શ્રીમતિ ધનુબેન પટેલ, એસએમસીના અધ્યક્ષશ્રી કાંતિભાઈ પટેલ, તથા એસએમસીના સભ્યો, ગામનાં આગેવાન શ્રી રમેશભાઈ પટેલ, શાળાના બાળકો, શાળાના શિક્ષકો હાજર રહી આનંદ મેળાને સફળ બનાવ્યો હતો. બાળકો દ્વારા બનાવવામાં આવેલી નિતનવી વાનગીઓ જેવી કે ચાઈનીઝ ભેલ, ઉંબાડિયું,લીંબુ શરબત, વડાપાઉં, પાણીપુરી, સમોસા, સાદી ભેલ, મંચુરિયન, છાશ,ખમણ જેવી વાનગીઓના સ્ટોલ ઊભા કરી વાનગીઓ વેચાણ માટે મૂકવામાં આવી હતી. ગ્રામજનો તથા વાલીઓ દ્વારા આ સ્ટોલ પરથી ખરીદી કરી બાળકોમાં આનંદનો વધારો કર્યો હતો. આ આનંદ મેળો ઉજવવાનો હેતુ બાળકોમાં વ્યવહારિક કૌશલ્ય કેળવાય.
0 Comments