Header Ads Widget

વલસાડ ખાતે દક્ષિણ ઝોનનાં સાત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘોની કારોબારી સભા યોજાઈ.

  

ખેરગામ : તારીખ ૨૧-૦૧-૨૦૨૩નાં દિને દક્ષિણ ઝોન (ભરૂચ, નર્મદા, તાપી,સુરત,નવસારી,ડાંગ અને વલસાડ) જિલ્લાઓની કારોબારી સભા વલસાડ જિલ્લાનાં ધોડિયા સમાજ હૉલ ધરમપુર ચોકડી, વલસાડ ખાતે યોજાઈ. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને સાત જિલ્લાના પ્રમુખો, સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. આવનારા સમયમાં અખિલ ભારતીય શિક્ષક સંઘનાં અધિવેશન અને મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવનાર હોય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાનાં પ્રવચન દરમ્યાન તમામ જિલ્લા હોદ્દેદારોને પોતાનાં જિલ્લાનાં તમામ શિક્ષકો સુધી વાત પહોંચાડી દરેક શિક્ષક આ સેવાયજ્ઞમાં યથાયોગ્ય ફાળો આપે તેવી હાકલ કરી હતી. જેમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ દ્વારા ₹ ૨૫૦૦૦ નો (અંકે રૂપિયા પચ્ચીસ હજારનો ચેક રાજ્ય સંઘનાં પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ નવસારી જિલ્લા પ્રાથમિકો વતી તમામ શિક્ષકો આ સેવાયજ્ઞમાં પોતાની તથા શક્તિ ફાળો આપશે તેવી રાજ્ય સંઘને ખાતરી આપી હતી. આજની આ કારોબારી સભામાં અન્ય જિલ્લા સંઘનાં ઘણાં હોદ્દેદારોએ પણ ચેક અથવા રોકડેથી પોતપોતાનું યોગદાન નોંધાવ્યું હતું. જેમાં ઘણા શિક્ષકો ચિત્રકૂટ એવોર્ડ વિજેતા હતાં. જેમાં નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષિકા શ્રીમતિ કિર્તીબેન પટેલ તરફથી ₹ ૫૫૫૧ રૂપિયા (અંકે રૂપિયા પાંચ હજાર પાંચસો એકાવન)નો ચેક અર્પણ કરાયો હતો. સાથે સાથે શિક્ષણમાં યોગદાન બદલ દક્ષિણ ઝોન સંઘનાં હોદ્દેદારો દ્વારા કિર્તીબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. 


શ્રી દિલીભાઈ પટેલ દ્વારા ૨૫૦૦૦નો ચેક રાજ્ય સંઘને અર્પણ.

ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રીમતિ કિર્તીબેન પટેલ તરફથી રાજ્ય સંઘને ₹ ૫૫૫૧નો ચેક અર્પણ. 

ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રીમતિ કિર્તીબેન પટેલનું સન્માન.



Post a Comment

0 Comments