ગાંધીનગર- અક્ષરધામ મંદિર દર્શન, વિધાનસભા ની મુલાકાત, દાંડી કુટીર, મહાત્મા મંદિર, ડાકોર,
ટુવાટુંબા, ભાથીજી મહારાજ, ,પાવાગઢ, વ્યાસ બેટ, પોઇચા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલાં સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ યોજ્યો હતો.
જેમાં ગાંધીનગરની મુલાકાત દરમ્યાન ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલની ભલામણથી ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવાનો મોકો મળ્યો હતો.તે દરમ્યાન વિધાનસભાની કાર્યવાહી અંગે બાળકોને સમજ આપવામાં આવી. તે દરમ્યાન બાળકોએ વિધાનસભાની અંદરની સંરચનાંથી પરિચિત થયા હતા.
જ્યારે પ્રવાસ દરમ્યાન સ્થળોની વચ્ચે આવતા તમાકુના ખેતરની મુલાકાત,કપાસના ખેતરની મુલાકાત, દિવેલાના ખેતરની મુલાકાત લેવામાં આવી હતી.
0 Comments