Header Ads Widget

ખેરગામ તાલુકાની દીકરીઓએ ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું.

  

આપણા દેશની બધી જ દીકરીઓ આજે આગળ વધી રહી છે અને પરિવારનું નામ રોશન કરી છે. આજે બધા જ ક્ષેત્રે દીકરીઓ આગળ વધીને તેમના માતા-પિતાનું નામ ગર્વથી રોશન કરતી હોય છે. આજે આપણે એવી જ બે દીકરીઓ વિષે જાણીએ જેઓએ GPSC ની પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો. 

અને ગુજરાતનો ડંકો વગાડ્યો.આ દીકરીઓ નવસારીના ખેરગામની છે અને જેમના નામ નિરાલીબેન છે, બીજી દીકરીનું નામ પ્રિયંકાબેન છે. નિરાલીબેને માસ્ટર ઓફ ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે જયારે પ્રિયંકાબેને એમએસસી બી એડ સુધીનો અભ્યાસ કર્યો છે. જેથી બંને દીકરીઓ વિજ્ઞાન મહાશાળાઓમા ભૌતિકશાસ્ત્રના વિષયના મદદનીશ પ્રાધ્યાપક બનીને તેમના ગામનું નામ દેશભરમાં રોશન કર્યું છે અને પરિવારનું નામ પણ રોશન કર્યું છે. 

આમ આ દીકરીની સફળતા પર આખા ગામના લોકોને ઘણી ખુશી છે અને બધા જ લોકો ખુશ થઇ ગયા છે. આજે દીકરીઓ સતત આગળ વધી રહી છે અને પરિવારોના નામ પણ રોશન કરતી જ આવી છે જેમાં દીકરીઓ ધંધામાં અને નોકરીઓમાં સતત આગળ વધી રહી છે અને પુરુષ સમોવડા પણ બની રહી છે. 



Post a Comment

0 Comments